Tocilizumab અને Remdesivir Injectionsનો વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજ્યના તબીબોને અપીલ

Gandhinagar: પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-૧૯નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સંક્રમિત દર્દીઓની સારવારની બાબત પણ ખુબ જ મહત્વની બની રહે છે. ICMR ની માર્ગદર્શીકા મુજબ Mild, Moderate અને Severe એમ ત્રણ વર્ગિકૃત સ્થિતિમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સારવારના ભાગરૂપે Investigational Therapy પણ દર્શાવવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં Tocilizumab Injection અને Remdesivir Injection નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને દવાઓ મર્યાદીત જથ્થામાં જ બજારમાં ઉપલબ્ધ હોય આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ વિવેકપુર્ણ ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા દર્દીઓને તેનો લાભ મળે તે ઇચ્છનીય છે આથી આ અંગે તજજ્ઞ તબીબોને તે મુજબ પ્રિસ્ક્રાઇબ કરવા રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. Moderate Condition માં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થીતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં Tocilizumab Injection તેમજ Moderate Condition માં ઓક્સિજન ઉપર હોય તેવા કેસમાં Remdesivir Injection સુચીત કરવામાં આવેલ છે. આ દવાઓ પૈકી Tocilizumab Injection વિદેશથી આયાત કરવામાં આવે છે તેમજ Remdesivir Injection ના ઉત્પાદનની હાલમાં જ મંજુરી મળેલી છે.