Gujarat government to permit buildings taller than 70-storey in five cities

Gandhinagar: Five big cities of Gujarat – Ahmedabad, Vadodara, Surat, Rajkot and Gandhinagar can now have tall buildings with a height of 70 storeys or more. The Gujarat government has in a note made this announcement saying that Dubai and Singapore like sky scrapers and iconic structures will be permitted in five cities. The ceiling of construction till now was 22-23 storey buildings. The Government said vertical development necessary to ensure optimum use of land in cities and allowing taller buildings will bring down land cost and people will have access to affordable. The Government has decided to add regulations for tall building in presently effective CGDCR-2017.

Buildings with a height of over 100 metres will have a fresh set of regulations. These regulations will also be applicable for buildings with an aspect ratio of 1:9 or more.A special technical committee will be appointed by Gujarat government for inspection of tall buildings in the state. IN D1 category this provision will be effective in AUDA, SUDA, VUDA, RUDA and GUDA area where present CGDCR offers base FSI 1.2 or more. Approval will be given on 30 meter or wider DP, TP roads. According to new regulations, buildings in five big cities with a height of between 100 -150 meters, will need to have a plot size of 2,500 square metres. Buildings with a height of over 150 metres will be required to have a plot size of 3,500 square metres.Tall buildings in the state will be eligible for a maximum FSI of 5.4.Depending on which zone they are in, the base FSI will be free, while the remainder FSI will be chargeable. The premium FSI will be charged at 50% of the `jantri’ rate. All tall buildings in the state will compulsorily have to have electric charging facilities in parking spaces. Each tall building will have to pass the wind-tunnel test and have a disaster management plan. All tall buildings in the state will compulsorily have to have electric charging facilities in parking spaces. Each tall building will have to pass the wind-tunnel test and have a disaster management plan.

Government statement: હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦ થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે.આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. ૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર.૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર. મહત્તમ FSI પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે. રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે.વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.