17 more towns in Gujarat to have night curfew during 22 – 29 January

Gandhinagar: The Government of Gujarat has today declared the new decisions taken to prevent the spread of Covid-19 infection in the State. According to a communication received from the government, 17 towns in addition to existing 8 cities and 2 towns will have night curfew.

These 17 towns are Surendranagar, Dhrangadhra, Morbi, Wankarner, Dhoraji, Gondal, Jetpur, Kalavad, Godhra, Vijalpor (Navsari) , Navsari, Biliomora, Vyara, Vapi, Valsad, Bharuch and Ankleshwar. Curfew hours shall be 10 am to 6 am during 22 – 29 January in these towns in addition to 8 municipal corporations and two other cities Anand and Nadiad.

Home delivery by hotels and restaurant is allowed to function for round the clock.

The other rules remain unchanged.

રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.

 હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી

 રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

 હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે

 મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
 રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.

 તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે

 શ્રી ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે

 આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે.