કોંગ્રેસની ભાગલાવાદી માનસિકતા વધુ એક વખત છતી થઈ, પદાધિકારીએ ગુજરાતીઓને બેંક લૂંટારા ગણાવ્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસની મૂળભૂળ માનસિકતા ભાગલાવાદી છે અને કોંગ્રેસને ગુજરાત પ્રત્યે ભારોભાર નફરત છે તેનું વધુ એક ઉદાહરણ આજે જોવા મળ્યું. મહિલા કોંગ્રેસની સોશિયલ મીડિયા ઈન્ચાર્જ નત્તાશા શર્માએ આજે સવારે એક ટ્વિટ કરીને ગુજરાત તેમજ ગુજરાતીઓનું તો અસાધારણ અપમાન કર્યું જ છે, પરંતુ સાથે સાથે પક્ષની ભાગલાવાદી માનસિકતા પણ છતી કરી છે.

નત્તાશાએ તેના ટ્વિટમાં લખ્યું હતું કે, રમતોમાં કોઈ ગુજરાતમાંથી ગોલ્ડ મેડલ લાવ્યું છે ખરું. કે પછી (ગુજરાતીઓ) બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે?

કોંગ્રેસની આ સોશિયલ મીડિયા ઈન્ચાર્જના આવા અપમાનજનક ટ્વિટ પછી તેના જવાબમાં અનેક યુઝરે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા બદલ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દિનેશસિંહ રાવત નામના એક યુઝરે બર્મિંગહામ કૉમનવેલ્થ રમતોમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓમાં કયા રાજ્યના કેટલા ખેલાડી હતા તેનો ચાર્ટ રજૂ કરીને જવાબ આપ્યો હતો. તો લાલા નામના એક રાજસ્થાની યુવકે લખ્યું, ગુજરાત પ્રત્યે આટલી બધી નફરત? ચંદ્રક તો ઘણા રાજ્યોને નથી મળ્યા. પછી કોંગ્રેસ કહે છે કે અમને ગુજરાતમાં મત નથી મળતા અને જમાનત કેમ જપ્ત થઈ!

ગુરુરાજીવ નામના એક યુઝરે લખ્યું, લો મારા ગુજરાતી ભાઈઓ, આ કોંગ્રેસી *** તમને બેંક લૂંટારા ગણાવે છે. આ યુઝરે ગુજરાત ટુરિઝમ તથા ગુજરાત ભાજપને ટૅગ કરીને નત્તાશાને યોગ્ય જવાબ આપવા જણાવ્યું હતું અને ઉમેર્યું કે, આ લોકો પોતે જામીન ઉપર છે અને બીજાને ચોર ગણે છે. ગુજરાતીઓનું આવું અપમાન હવે નહીં.

ઘણા યુઝરે ભૂતકાળમાં ગુજરાતી ખેલાડીઓએ જીતેલા ચંદ્રકો વિશે જાણકારી પણ આપી હતી.

દેશ ગુજરાત