દિલ્હીમાં બેરોજગારીનો દર ગુજરાત કરતાં અનેકગણો ઊંચો; કેજરીવાલ સરકાર બેરોજગારી ભથ્થું નથી આપતી

નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઝૂકાવવા માગતી આમ આદમી પાર્ટી બેરોજગાર યુવાનોને મહિને રૂપિયા 3000નું ભથ્થું આપવાનું વચન આપે છે, પરંતુ ગુજરાત કરતાં દિલ્હીમાં બેરોજગારીનો દર અનેકગણો ઊંચો હોવા છતાં ત્યાંના બેરોજગાર યુવાનોને કેજરીવાલ સરકાર ભથ્થું આપતી નથી.

જુલાઈ 2022ના CMIE આંકડા અનુસાર 31 જુલાઈનો રોજ દિલ્હીમાં બેરોજગારીનો દર 8.9 ટકા હતો તેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 2.2 ટકા હતો. દિલ્હીમાં આટલો ઊંચો બેરોજગારી દર હોવા છતાં ત્યાંના યુવાનોને બેરોજગારી ભથ્થું નહીં આપનાર કેજરીવાલ ગુજરાતમાં કયા આધારે યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવાની ગેરંટી આપે છે એ પ્રશ્ન હવે ગુજરાતના યુવાનો પણ પૂછી રહ્યા છે.

દેશ ગુજરાત