ઈમરાન ખાને લાહોરની રેલીમાં ભારતના વિદેશપ્રધાન જયશંકરનો વીડિયો બતાવી વખાણ કર્યા

લાહોરઃ 14 ઑગસ્ટે પાકિસ્તાનના સ્થાપના દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને લાહોરમાં એક રેલીને સંબોધન કર્યું હતું. રેલીમાં ઈમરાન ખાને પાકિસ્તાનની વર્તમાન સરકારની આકરી ટીકા કરી હતી. એ દરમિયાન ઈમરાને પાકિસ્તાનની ઑઈલ અને ગૅસની અછતના સંદર્ભમાં કહ્યું હતું કે, દેશની વર્તમાન સરકાર આ જરૂરિયાત પૂરી નહીં કરી શકે કેમ કે પાકિસ્તાની સરકાર મહાસત્તા (અમેરિકા)ના દબાણમાં કામ કરે છે.

આ સંદર્ભમાં ઈમરાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના વખાણ કર્યા હતા એટલું જ નહીં પરંતુ રશિયા પાસેથી ઑઇલ નહીં ખરીદવાના અમેરિકાના દબાણ સામે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે કેવો જવાબ આપ્યો હતો તેની વીડિયો ક્લિપ પણ રેલીના સ્થળે વિશાળ પડદા ઉપર ચલાવી હતી.

ઈમરાન ખાન એમ કહેવા માગતા હતા કે પોતે સત્તામાં હોત તો પાકિસ્તાનને ઑઇલ-ગેસની અછતનો સામનો ન કરવો પડત તેમ કે પોતે રશિયાના સત્તાવાળાઓ સાથે આ બાબતે વાત કરી હતી અને તેઓ સસ્તું ઑઇલ આપવા તૈયાર હતા.

ભૂતપૂર્વ પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, આપણે અમેરિકાના સાથીદાર નથી છતાં તેના દબાણ સામે વર્તમાન સરકાર ઝૂકી ગઈ, જ્યારે ભારત તો અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને છતાં ઑઇલની ખરીદીની બાબતમાં અમેરિકાના દબાણ સામે ઝૂક્યું હતું.

ઈમરાને કહ્યું કે, સ્વતંત્ર દેશ કેવો હોય તેનું ઉદાહરણ જોવું હોય તો તે ભારત છે.

દેશ ગુજરાત