બિલ્કિસ કેસના દોષિતોની મુક્તિ સંપૂર્ણ કાનૂની; આરોપીઓએ સજા કરતાં વધુ સમય જેલમાં પસાર કરી લીધો હતો

Himanshu Jain @HemanNamo

તાજેતરના ઘટનાક્રમના પગલે ગુજરાતમાં માફી હેઠળ 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા તેમાં હવે ખોટા આરોપો અને બકવાસ અને સસ્તી રાજનીતિ થવા લાગી છે. ગુજરાત સરકાર, બીજેપી અને #હિન્દુત્વને હવે ફરીથી ખરાબ અર્થમાં બતાવવામાં આવી રહ્યા છે અને બળાત્કાર તથા હત્યાના સમર્થકો તરીકે ચીતરવામાં આવી રહ્યા છે.

વિપક્ષના આ દાવાઓ અને આક્ષેપો પાછળના સત્યની તપાસ કરવી મહત્વપૂર્ણ બની જાય છે. તેઓ સંપૂર્ણ કક્ષાના યુદ્ધમાં છે અને તેમની તમામ ટીમો અને સમાન વિચારધારા ધરાવતા કહેવાતા પત્રકારો, જેઓ છુપાયેલા હતા, તેમના માટે સાધન-સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે અને ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર પર દબાણ વધારવા તૈયાર છે.

વિપક્ષ અને કાર્યકર્તા દ્વારા કરાતો દાવો:

ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કરતી વખતે, બળાત્કારના દોષિતો અથવા આજીવન કેદની સજા ભોગવતા લોકોની સજા માફ ન કરવા અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની અવગણના કરી હોવાનું જણાય છે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે કેદીઓને મુક્ત કરવા માટે એમએચએ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, બળાત્કારીઓ, માનવ તસ્કરો અને ડ્રગ પેડલર્સને મુક્ત કરવા પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારનો નિર્ણય પણ એવા દિવસે આવ્યો હતો કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં મહિલાશક્તિ અને દુરાચાર સામે લડવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

સીબીઆઈ દ્વારા કેસની તપાસ કરવામાં આવી હોવાથી સીઆરપીસીની કલમ 435 મુજબ માફી અંગે ગુજરાત સરકારે કેન્દ્રની સલાહ લીધી હતી કે કેમ તેવા પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે.

11 દોષિતોની મુક્તિ પર ટિપ્પણી કરતા, નવી દિલ્હી સ્થિત વકીલ મેહમૂદ પ્રાચાએ અલ જઝીરાને કહ્યું હતું કે તે “શાસક ભાજપના રાજકીય નેતૃત્વ સાથે દોષિતોની સંડોવણીનો વધુ એક પુરાવો છે. તેઓ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ગુજરાત હત્યાકાંડમાં સામેલ હતા. અને હવે તેઓ તેમના વચનો પાળી રહ્યા છે જે તેમણે ગુજરાત રમખાણોના કેસમાં ગુનેગારો, દોષિતો અને તેમના કાર્યકરોને આપ્યા હતા કે તેઓ તેમને તમામ કાનૂની કાર્યવાહીથી બચાવશે અને આજ સુધી તેઓ આ કરી રહ્યા છે.”

એની રાજા, સીપીઆઇના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય:

“આ માફી, જે માર્ગદર્શિકાની પણ અવગણના કરે છે, તે ભાવિ બળાત્કારીઓ અને હત્યારાઓ માટે પ્રોત્સાહન તરીકે કામ કરશે,” એમ તેણીએ ડીએચને કહ્યું હતું.

હકીકતોની તપાસમાં દાવાઓ ખોટા જણાયા

ઘટનાક્રમ:

11 દોષિતોને મુક્ત કરવાના આદેશ કાયદા અનુસાર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યા હતા. ક્યાંય રાજ્ય સરકારે પોતાની રીતે કામ કર્યું નથી અને ક્યાંય રાજકીય નિર્ણય નથી.

  • બિલકિસ દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)નો સંપર્ક કર્યા પછી સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો. ઓગસ્ટ 2004માં, બિલ્કિસે આરોપીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યાનો આક્ષેપ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલને ગુજરાતથી મહારાષ્ટ્રમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.
  • 21 જાન્યુઆરી, 2008ના રોજ, સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયાધીશ યુ ડી સાલ્વીએ 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં મુંબઈમાં ઇન-કેમેરા ટ્રાયલ બાદ ગેંગરેપ અને હત્યાના આરોપમાં 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મે 2017 માં, બોમ્બે હાઈકોર્ટ દ્વારા દોષિત ઠરાવવાના નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું હતું.
  • 2019માં, સર્વોચ્ચ અદાલતે બિલકિસને રૂ. 50 લાખનું વળતર અપાવ્યું હતું, જે 2002ના રમખાણો સંબંધિત કેસમાં આવો પહેલો આદેશ હતો. તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું હતું કે, “તે ખૂબ જ સ્પષ્ટ છે કે જે ન થવું જોઈએ તે થઈ ગયું છે અને રાજ્યએ વળતર આપવું પડશે.”
  • આ વર્ષે મે મહિનામાં, સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 2002 પછીના ગોધરા રમખાણોના બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં દોષિત જાહેર કરાયેલી એક વ્યક્તિએ દાખલ કરેલી અરજી પર બે મહિનાની અંદર નિર્ણય લેવા જણાવ્યું હતું. દોષિતે જેલમાંથી “સમય પહેલાં” મુક્તિની માંગ કરી હતી. તેણે જાન્યુઆરી 2008માં દોષિત ઠેરવ્યા પછી 14 વર્ષથી વધુ સમય જેલમાં પસાર કર્યો હતો.
  • આરોપી, રાધેશ્યામ ભગવાનદાસ શાહ ઉર્ફે લાલા વકીલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જેલમાંથી સમય પહેલાં મુક્તિ માટે અરજી કરી હતી. શાહ અગાઉ 15 વર્ષથી વધુ ચાર મહિનાની કસ્ટડી ભોગવી ચૂક્યો હતો.
  • 13 મે, 2022ના રોજના આદેશ દ્વારા, ન્યાયમૂર્તિઓ અજય રસ્તોગી અને વિક્રમ નાથની ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતની સરકાર, જ્યાં ગુનો આચરવામાં આવ્યો હતો, અને મહારાષ્ટ્રમાં નહીં, જ્યાં ટ્રાયલને “અસાધારણ સંજોગોમાં ખસેડવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે “હરિયાણા રાજ્ય વિરુદ્ધ જગદીશમાં 2010ના ચુકાદામાં “આ અદાલત દ્વારા તેને નિર્ધારિત કરવામાં આવ્યું છે” અને કહ્યું હતું કે સમય પહેલાં મુક્તિની મંજૂરી માટેની અરજીની એ નીતિના આધારે વિચારણા કરવી પડશે જે દોષિત ઠેરવ્યાની તારીખે હતી.” તદનુસાર, કોર્ટે જણાવ્યું હતું કે “માફી માટેની નીતિ કે જે અરજદારને લાગુ કરવાની હોય છે, જે ગુજરાત રાજ્યમાં દોષિત ઠેરવ્યાની તારીખે લાગુ પડે છે, તે ખરેખર “તારીખ 9મી જુલાઈ 1992″ છે.

એક વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકારની પેનલે સજા માફી માટેની તેમની અરજીને મંજૂરી આપી હતી.

શાહે ગુજરાત સરકારને 1992ની નીતિ હેઠળ સમય પહેલાં મુક્તિ માટેની તેમની અરજી પર વિચારણા કરવા માટે આદેશો આપવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન કરી હતી.

જાણીતા ફોજદારી વકીલ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો નિર્ણય દેખીતી રીતે દોષિત ઠેરવવાના સમયે પ્રવર્તમાન માફીની નીતિના સંદર્ભમાં છે.

શ્રી સિદ્ધાર્થ લુથરાનું આ અવલોકન એના પર પણ પૂર્ણવિરામ મૂકે છે કે શા માટે આ બાબતે અમૃત મહોત્સવ માફીની માર્ગદર્શિકાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, કારણ કે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે સમય પહેલાં મુક્તિની મંજૂરી માટેની અરજીની તે નીતિના આધારે વિચારણા કરવી પડશે જે દોષિત ઠેરવ્યાની તારીખે હતી.”

13 મે, 2022ના રોજ સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ હોવાથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અને વડાપ્રધાનના સ્વતંત્રતા ભાષણ વચ્ચે કોઈ સંબંધ નથી. તેથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે વિપક્ષના દાવાઓ પ્રેરિત અને ખોટા છે.

વિપક્ષના હાથ લોહીના રંગાયેલા છે:

  • જેસિકા લાલના હત્યારા મનુ શર્માને કેજરીવાલ સરકાર દ્વારા માફી

દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલે સત્તાવાર આદેશ અનુસાર, તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા જેસિકા લાલ મર્ડર કેસના દોષી મનુ શર્માની સમય પહેલાં મુક્તિને મંજૂરી આપી છે. દિલ્હી સરકાર હેઠળ આવતા દિલ્હી સેન્ટેન્સ રીવ્યૂ બોર્ડ (SRB)એ ગયા મહિને શર્માની સમય પહેલાં મુક્તિની ભલામણ કરી હતી.

30 એપ્રિલ, 1999ની રાત્રે દક્ષિણ દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં કુતુબ કોલોનાડ ખાતે સોશ્યલાઈટ બીના રામાણીની માલિકીની ટેમરિન્ડ કોર્ટ રેસ્ટોરન્ટમાં લાલે શરાબ પીરસવાનો ઈન્કાર કર્યા પછી શર્માએ તેને ગોળી મારી દીધી હતી.

  • કેરળ UDF સરકાર દ્વારા હત્યાના આરોપીઓની માફી:

2013માં યુડીએફ સરકારે નક્સલ વર્ગીસ હત્યા કેસના આરોપી ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર-જનરલ કે. લક્ષ્મણ તેમજ અન્ય ત્રણને એવા આધાર પર માફી આપી હતી કે તેઓ 75 વર્ષની વય વટાવી ગયા હતા અને નાદુરસ્ત પણ હતા.

સીબીઆઈએ લક્ષ્મણને આપવામાં આવેલી માફી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી, કારણ કે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ માત્ર અઢી વર્ષની સજા ભોગવ્યા બાદ તેને માફી આપવામાં આવી હતી.

  • યુપીએ સરકારે શાહિદ લતીફની સાથે અન્ય 20ને મુક્ત કર્યા છે, જેમણે પઠાણકોટમાં 7 લશ્કરી જવાનોને મારનારા 4 પાકિસ્તાનીઓને સમર્થન આપ્યું હતું:

યુપીએ શાસન હેઠળ 2010માં, શાહિદ લતીફ, જેણે પઠાણકોટ બેઝ પર હુમલો કરનારા ચાર પાકિસ્તાનીઓને કથિત રીતે લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો, તેને ભારતીય જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પઠાણકોટ આતંકી હુમલામાં લગભગ 72 કલાક સુધી ચાલેલી ઘેરાબંધીમાં સાત સૈન્ય જવાનો શહીદ થયા હતા.

જેઇએમના અગ્રણી નેતા, લતીફની 1996માં આતંકવાદ અને નાર્કોટિક્સ સંબંધિત કેસમાં જમ્મુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માટે પંજાબમાં વાઘા બોર્ડર મારફત અન્ય લગભગ 20 લોકો સાથે લતીફને મુક્ત કર્યો હતો.

  • 1984માં કોંગ્રેસના નેતાને દોષિત ઠેરાવવાથી અને કેસ ચલાવવામાંથી બચાવ્યા જેથી માફીનો કોઈ પ્રશ્ન જ ન રહે

માફીની આ યાદી ખાસ્સી લાંબી છે. અહીં મેં 1984ના કોંગ્રેસના નેતાઓની યાદી આપી નથી કે જેમણે હજારો શીખોને મારી નાંખવાના અને તેમની મહિલાઓ પર બળાત્કાર ગુજારાવના આદેશો આપ્યા હતા. માફીનો પ્રશ્ન ઊભો થયો ન હતો, કારણ કે તેમને રક્ષણ આપવામાં આવ્યું હતું અને દોષિત જ ઠરાવવામાં આવ્યા ન હતા.

  • નક્સલ ચળવળ સાથે વિપક્ષનો હાથ:

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારના બંને સાથીઓ -કોંગ્રેસ અને એનસીપીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જાન્યુઆરી 2018ના ભીમા કોરેગાંવ હિંસા સંબંધિત કેસો પાછા ખેંચવાની માંગ કરી છે.

એક મહત્વપૂર્ણ નક્સલ કાર્યકર, એન વેંકટ રાવ, જેની રાજનંદગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તેના વિશે પોલીસે જણાવ્યું હતું કે તેની પાસેથી 23 ડિટોનેટર, નક્સલ દસ્તાવેજો, માઓવાદી સાહિત્ય, એક લેપટોપ, એક મોબાઈલ ફોન અને બે ચાર્જર મળી આવ્યા હતા. તેને જામીન મળ્યા, કારણ કે છત્તીસગઢ સરકાર તેની સામે ચાર્જશીટ રજૂ કરવામાં અસમર્થ હતી.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઝારખંડમાં શહેરી નક્સલીઓની મહત્વની કડી એવા જીન ડ્રેજની અટકાયતની વિરુદ્ધ વાત કરી હતી.

  • જેએનયુના શહેરી નક્સલીઓને સમર્થન

રાહુલ ગાંધી જેએનયુમાં જાય છે અને ભારત વિરોધી નારા લગાવતા વિદ્યાર્થીઓનો પક્ષ લે છે અને સીઆરપીએફ જવાનોની નક્સલી હત્યાની ઉજવણી પણ કરે છે. આવા જ એક નેતા કનૈયા કુમાર હવે કોંગ્રેસના નેતા પણ છે.