આમ આદમી પાર્ટી : ભ્રષ્ટાચાર અને અરાજકતાનો સિલસિલો

By Himanshu Jain

AAP ની રચના 2012 માં તત્કાલિન ભ્રષ્ટ યુપીએ સરકારને હટાવવા માટે ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’ના આંદોલનમાંથી કરવામાં આવી હતી. કેજરીવાલ એકદમ સ્વચ્છ ચહેરો રજૂ કરવામાં અને વૈકલ્પિક શાસન મોડેલનું સ્વપ્ન વેચવામાં સફળ રહ્યા. જો કે, પાર્ટીએ ઝડપથી રાજકીય રમતોનો આશરો લીધો હતો, જે સમય જતાં વધુ ખરાબ થતી ગઈ. પાર્ટીના મોટાભાગના સ્થાપકો જેઓ શરૂઆતમાં કેજરીવાલ સાથે ઊભા હતા તેઓ AAPને છોડી ગયા છે, અને તેમના નામ સાથે પોતાને જોડવાનું પણ ટાળે છે.

કેજરીવાલને છોડનારા પહેલા અન્ના હજારે પોતે હતા. તેનું કારણ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’ના ભંડોળના ઉપયોગ અંગે તેમની વચ્ચે મતભેદ પડ્યા હતા. પાર્ટીના જાણીતા રાજકીય ચહેરાઓ – પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ, આશુતોષ, આશિષ ખેતાન, શાઝિયા ઇલ્મી, મયંક ગાંધી અને બીજા ઘણા લોકોએ AAP છોડી દીધી છે. શું કેજરીવાલ આ માટે પણ ભાજપ અને મોદીજીને દોષી ઠેરવશે?

જ્યારે પણ AAP ધારાસભ્ય અથવા મંત્રી ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં પકડાય છે, ત્યારે અરવિંદ કેજરીવાલ અને તેમની સિસોદિયા સહિતની ટીમ છતની ટોચ પરથી બૂમો પાડવાની તેમની સ્થાપિત શૈલીને અનુસરે છે કે મોદીજી AAP ની વધતી તાકાતથી ડરે છે. સંજય સિંહ અને રાઘવ ચડ્ડા જેવા લોકો ન્યૂઝ ચેનલો પર પહેલેથી-તૈયાર આ જ લખાણ સાથે આ કથાને ઝડપથી અનુસરે છે.

કેજરીવાલ અને અન્ય AAP નેતાઓ માટે તેમના જૂઠાણાં અનિવાર્ય અને આત્મવિશ્વાસ બન્યા છે.   પક્ષના તમામ સંબંધિત સભ્યો પર પુરાવા હોવા છતાં, તેઓ તેને ‘બદલો’ તરીકે ઓળખાવે છે અને ગાણા ગાવા લાગે છે કે સીબીઆઈ, અદાલતો અથવા ઇડી દ્વારા કંઈપણ મળ્યું નથી. આ બધું ત્યારે થઈ રહ્યું છે કે જ્યારે કેજરીવાલનો ‘કટ્ટર ઈમાનદાર’, સત્યેન્દ્ર જૈન ભ્રષ્ટાચાર સંબંધિત ગંભીર આરોપોમાં પહેલેથી જ જેલમાં છે. આશ્ચર્યની વાત નથી કે કેજરીવાલે તેમનો ઉલ્લેખ કરવાનું બંધ કરી દીધું છે. ઉપરાંત, તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે વિજય સિંગલા, સંદીપ કુમાર, આસિમ અહેમદ ખાન કે જેઓ મંત્રી પદ સંભાળતા હતા તેમને બરતરફ કરવા પડ્યા હતા.

2021 દરમિયાન સીએમ આવાસમાં દિલ્હીના મુખ્ય સચિવ શ્રી અંશુ પ્રકાશ પર AAP ધારાસભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી દિલ્હી પોલીસે નિવાસસ્થાન પર દરોડો પાડવો પડ્યો હતો. કેજરીવાલ સત્તામાં આવ્યા તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી રાજેન્દ્ર કુમાર પણ ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હતા.

તેમણે એક્સાઇઝ પોલિસી પણ પાછી ખેંચવી પડી હતી અને આજે મનીષ સિસોદિયાને સીબીઆઈએ આ બાબતે આરોપી ગણ્યા છે, જોકે, તેમણે હજુ કેટલાક ગંભીર પ્રશ્નોના જવાબ આપવાના છે.  દિલ્હીમાં શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય તંત્રના દાવાઓ અને મહિમાગાન માટે રાજ્યના જાહેરાત બજેટમાં થયેલો 4200 ગણો વધારો પણ શંકાસ્પદ છે.

આ લેખમાં, AAPએ તેમના માળખામાં અને તેમના અસ્તિત્વમાં કેવી રીતે ભ્રષ્ટાચારને આંતરિક ભાગ બનાવ્યો છે તેનો મેં દસ્તાવેજીકરણ કરવાનો અને સત્યને ઉઘાડું પાડવાનો પ્રયાસ કર્યો છે.

સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય મંત્રી, દિલ્હી

ઇડીની કાર્યવાહીની ફરિયાદમાં સત્યેન્દ્ર જૈન, તેમની પત્ની પૂનમ જૈન અને પરિવારના અન્ય સભ્યો – વૈભવ જૈન, અંકુશ જૈન, અજીત પ્રસાદ જૈન અને સુનિલ જૈન સહિત ચાર ખાનગી કંપનીઓના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. આરોપીઓ મની લોન્ડરિંગ ઍક્ટ, 2002ની કલમો હેઠળ ઉલ્લંઘન માટે જવાબદાર છે.

ઇડીએ 6 જૂન, 2022ના રોજ દિલ્હી અને એનસીઆરમાં વિવિધ સ્થળોએ દિવસભર પાડેલા દરોડા દરમિયાન સત્યેન્દ્ર જૈનના સહયોગીઓ પાસેથી 2.85 કરોડ રૂપિયા રોકડા અને 1.80 કિલો વજનના 133 સોનાના સિક્કા જપ્ત કરવાનો દાવો કર્યો હતો. સરકારી એજન્સીએ આ દરોડા દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સ પણ જપ્ત કર્યા હતા. ત્યારપછી ઇડીએ કહ્યું હતું કે કુલ જંગમ સંપત્તિ ‘એક અસ્પષ્ટ સ્ત્રોત’ પરથી જપ્ત કરવામાં આવી હતી અને દરોડાવાળા પરિસરમાં ‘ગુપ્ત’ હોવાનું જાણવા મળ્યું હતું.

દિલ્હીની અદાલતે માન્યું હતું કે સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગમાં સંડોવણીની પુષ્ટિ કરવા માટે પૂરતા ગુનાહિત પુરાવા છે. સીબીઆઈએ 3 ડિસેમ્બર 2018ના રોજ સત્યેન્દ્ર કુમાર જૈન, પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનીલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્યેન્દ્ર જૈને 14 ફેબ્રુઆરી 2014 થી 31 મે 2017 સુધી દિલ્હી રાજ્ય સરકારમાં મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો હતો, ત્યારે તેમની આવકના જાણીતા સ્ત્રોતો સામે અપ્રમાણસર મિલકતો હસ્તગત કરી હતી. એપ્રિલમાં, ઈડીએ અપ્રમાણસર મિલકતોના સંબંધમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ ઍક્ટ, 2002 હેઠળ ખાનગી કંપનીઓની માલિકીની રૂ. 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કર્યા પછી જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

વિજય સિંગલા, આરોગ્ય મંત્રી AAP પંજાબ:

52 વર્ષીય વિજય સિંગલા માનસા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે તેમના વિભાગ માટે દરેક ટેન્ડર અથવા ખરીદીમાંથી 1% કમિશનની માંગણી કરી હતી. AAP દ્વારા તેમને બરતરફ કરવા પડ્યા હતા.

રેશનકાર્ડ માટે સેક્સ કૌભાંડ

દિલ્હીના પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી સંદીપ કુમારને અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક ‘વાંધાજનક’ સીડી મળ્યા બાદ બરતરફ કરવામાં આવ્યા હતા જેમાં તેઓ કથિત રીતે અન્ય મહિલા સાથે શરમજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.

મતિયા મહેલ અસીમ અહેમદ ખાન

રૂ. 6 લાખની લાંચ લેવા બદલ તત્કાલિન ખાદ્ય મંત્રી ખાન વિરુદ્ધ ઓક્ટોબર 2015માં એફઆઇઆર નોંધવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને ભ્રષ્ટાચારના આરોપમાં બરતરફ કર્યા હતા.

માલવિયા નગરના ધારાસભ્ય સોમનાથ ભારતી:

ભારતીની દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં પણ તેની પત્ની લિપિકા મિત્રાએ તેની સામે હત્યાના પ્રયાસ, ઘરેલુ હિંસા અને વ્યભિચારના કેસો દાખલ કર્યા પછી સપ્ટેમ્બર 2015માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

2014માં ખિરકી એક્સ્ટેંશનના મધ્યરાત્રિના દરોડાના સંબંધમાં તેમની સામે અન્ય બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે દરમિયાન ભારતીની આગેવાની હેઠળના ટોળા દ્વારા આફ્રિકન મહિલાઓની કથિત રીતે છેડતી અને મારપીટ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ પોલીસે પણ રાજ્ય સરકાર અને હોસ્પિટલો વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની ધરપકડ કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગુનાહિત ધાકધમકી અને જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન

2010માં, ખાન વિરુદ્ધ જામિયા નગરમાં બાળ મજૂરોની બચાવ કામગીરી દરમિયાન જાહેર સેવક પર હુમલો કરવા અને અવરોધ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. 2015માં, દિલ્હી પોલીસે ખાન વિરુદ્ધ અપહરણના આરોપો ઉમેર્યા હતા, અને 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી.

ખાનની પોલીસ દ્વારા પહેલા ધરપકડ એક મહિલાને બળાત્કાર અને હત્યાની કથિત રીતે ધમકી આપવા બદલ  કરવામાં હતી. મહિલા વીજ કાપના મુદ્દા પર ચર્ચા કરવા તેના ઘરે ગઈ હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ખાનના માણસોએ તેનો પીછો કર્યો અને તેના બાળકોનું અપહરણ કરવાની ધમકી આપી. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે ખાને તેના પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો અને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

યૌન ઉત્પીડન સાથે સંકળાયેલા આરોપમાં ખાનની ફરી ધરપકડ કરવામાં આવી હતી. ખાનના સંબંધીએ આરોપ લગાવ્યો હતો કે તેણે તેણીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેણીએ એવી પણ ફરિયાદ કરી હતી કે તેના પતિએ કથિત રીતે દહેજની માંગણી કરી હતી અને ખાનના કહેવા પ્રમાણે કરવા દબાણ કર્યું હતું.

AAP નેતા અમાનતુલ્લા ખાન અને અન્ય પાંચ લોકોની દક્ષિણપૂર્વ દિલ્હીમાં મદનપુર ખાદર વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન હુલ્લડો કરવા અને જાહેર સેવકોને તેમની ફરજ નિભાવવામાં અવરોધ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ખાન વિરુદ્ધ 18 થી વધુ FIR નોંધવામાં આવી છે. પોલીસે ખાનને ‘હિસ્ટ્રી-શીટર’ અને ‘ખરાબ ચારિત્ર્યનો’ માણસ તરીકે જાહેર કર્યો છે, જે જમીન પચાવી પાડવા અને હુમલાના તેની સામે વારંવાર નોંધાયેલા ગંભીર કેસોનો રીઢો ગુનેગાર છે.

2020ના દિલ્હી રમખાણો:

દિલ્હીની એક અદાલતે ભારતીય દંડ સંહિતાની કેટલીક જોગવાઈઓ હેઠળ 2020ના નોર્થ ઈસ્ટ દિલ્હી હિંસા કેસના સંબંધમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય પાંચ સામે આરોપો દાખલ કર્યા છે. તેમના પર ગુનાહિત કાવતરું, હુલ્લડ, તોફાન કરીને નુકસાન પહોંચાડવું, આગ અથવા વિસ્ફોટક પદાર્થ દ્વારા મિલકતને નષ્ટ કરવાના ઇરાદા સાથે તોફાન કરવું અને લૂંટનો આરોપ મૂકવામાં આવ્યો છે. હુસૈન પર ભારતીય દંડ સંહિતાની કલમ 149 (સામાન્ય હેતુની કાર્યવાહીમાં આચરવામાં આવેલા ગુના માટે ગેરકાયદેસર જમાવડાનો સભ્ય) અને 109 (ગુના માટે ઉશ્કેરવું) નો પણ આરોપ છે.

એડિશનલ સેશન્સ જજ વીરેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે હુસૈન ઘટના વખતે સક્રિય તોફાની હતો. બાર બેન્ચના આદેશમાં લખ્યું હતું કે, “તે મૂક પ્રેક્ષક ન હતો પરંતુ રમખાણોમાં સક્રિય ભાગ લઈ રહ્યો હતો અને અન્ય સમુદાયના લોકોને પાઠ ભણાવવા માટે ગેરકાયદેસર એકઠા થયેલા અન્ય સભ્યોને ઉશ્કેરતો હતો.”

મુખ્ય સચિવ પર હુમલાનો કેસ:

19 ફેબ્રુઆરીની મધ્યરાત્રિના ટકોરે, રાષ્ટ્રીય રાજધાની સૂઈ રહી હતી ત્યારે AAP ધારાસભ્યો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને એક મીટિંગમાં હાજરી આપવા માટે  ખૂબ જ જાગૃત અને સક્રિય હતા, જ્યાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં અસાધારણ દ્રશ્યો જોવા મળ્યા હતા, કારણ કે પ્રકાશે જાહેરાતો પર AAP સરકારના વધુ પડતા ખર્ચ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જવાબમાં, કેજરીવાલના ગુસ્સે ભરાયેલા સહાયકોએ કથિત રીતે તેમના પર હુમલો કર્યો. આ શ્રેણીબદ્ધ ઘટનાઓને કેજરીવાલના સહાયક વીકે જૈન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું જેમણે દાવો કર્યો હતો કે જ્યારે વોશરૂમમાંથી તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે AAP ધારાસભ્યો અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલને  મુખ્ય સચિવ પર હુમલો કરતા જોયા હતા.

મુખ્યમંત્રીના આવાસ પર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત હુમલાની તપાસમાં, દિલ્હી પોલીસે તેમના બંગલામાં દરોડો પાડ્યો અને નિવાસસ્થાન પર લગાવેલા કેમેરામાંથી સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા.

દરોડા પછી, અધિક ડીસીપી સિંઘે જણાવ્યું હતું કે, “અહીં 21 કેમેરા સ્થાપિત છે, જેમાંથી 14 કાર્યરત અને રેકોર્ડિંગ કરતા હતા, જ્યારે 7 બંધ હતા. જે રૂમમાં ઘટના બની હતી ત્યાં કેમેરા નહોતો. કેમેરા સમય કરતાં 40 મિનિટ અને 42 સેકન્ડ પાછળ ચાલી રહ્યા હતા. અમે 21 સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ અને એક હાર્ડ ડિસ્ક જપ્ત કર્યા છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાન પર દરોડો પાડવો જરૂરી હતો, જે આ પ્રકારનો પ્રથમ હતો, કારણ કે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ “ટેકનિકલ પુરાવો” બને તેવા ફૂટેજ પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે AAPના બે ધારાસભ્યો – અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આ કેસમાં સામેલ અન્ય નવ ધારાસભ્યોને આરોપમુક્ત કર્યા હતા. તેમ છતાં, મનીષ સિસોદિયાએ નિર્લજ્જતાપૂર્વક આને પાર્ટીની જીત તરીકે જાહેર કર્યું હતું.

400 ફાઈલો પર શુંગ્લુ સમિતિનો અહેવાલ

લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ દ્વારા નિયુક્ત કરાયેલી પેનલે પાર્ટીની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર નિમણૂકો કરવામાં સગાવાદનો આરોપ મૂક્યો હતો. ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) વીકે શુંગ્લુની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારની 404 ફાઇલોની સમીક્ષા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે ઘણીબધી નિમણૂકોના કિસ્સામાં ગેરરીતિ થઇ હતી.

“સૌમ્યા, જે એક આર્કિટેક્ટ છે, તેને દિલ્હી સ્ટેટ હેલ્થ મિશનની સલાહકાર બનાવવામાં આવી હતી. જો કે, તેણીએ મોહલ્લા ક્લિનિક્સના સંદર્ભમાં તે નિપુણ હોવા પર ભાર મૂક્યો હતો, તેમ છતાં તેણીનો CV તેના દાવાને સમર્થન આપતો નથી. બીજું, એસોસિયેશન ઓફ સ્ટેટ હેલ્થ સોસાયટી ( દિલ્હી)નું મેમોરેન્ડમ  અને નિયમો તથા પેટાકાયદાઓ આવી નિમણૂકને સમર્થન આપતા નથી,” એમ પેનલે તેના 101 પાનાના અહેવાલમાં જણાવ્યું હતું. સૌમ્યાની સંબંધિત ફાઇલમાં તેની નિમણૂક કોણે મંજૂર કરી છે તેના કોઈ પુરાવા નથી. આ ઘટનાઓ માત્ર એ હકીકત દ્વારા સમજાવી શકાય છે કે સૌમ્યા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની પુત્રી છે.

સમિતિએ મુખ્યમંત્રી કેજરીવાલની પત્નીના સંબંધી નિકુંજ અગ્રવાલની આરોગ્ય મંત્રીના ઓએસડી તરીકે નિમણૂક પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

સમિતિએ AAP માટે કાર્યાલય વિકસાવવા માટે સરકારની માલિકીનો 206, રાઉઝ એવન્યુ બંગલો પાર્ટીને જ ફાળવવાના કેબિનેટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

અહેવાલમાં રાજેન્દ્ર કુમારને સચિવ (સેવાઓ) અને સચિવ (સામાન્ય વહીવટ વિભાગ)નો વધારાનો હવાલો આપવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જેઓ તે સમયે મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્ત હતા.

વધુમાં, સમિતિએ દિલ્હી DCW ચીફ સ્વાતિ માલીવાલ અને ધારાસભ્ય અખિલેશ પાટી ત્રિપાઠીને કરેલી બંગલાઓની ફાળવણી પર સવાલ ઉઠાવ્યા હતા. આ કેસોમાં લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવામાં આવી ન હતી.

રાજેન્દ્ર કુમાર, દિલ્હી મુખ્યમંત્રીના મુખ્ય સચિવ રૂશ્વત કેસ

સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેજરીવાલના સચિવ રાજેન્દ્ર કુમાર સામે છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હી સરકારના તમામ વિભાગોમાંથી ટેન્ડર મેળવવામાં એક ચોક્કસ પેઢીની તરફેણ કરવા માટે હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

“વોરન્ટ લીધા બાદ રાજેન્દ્ર કુમારની ઓફિસ અને રહેઠાણમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુમાર સામેના આરોપો દિલ્હી ડાયલોગ કમિશનના સભ્ય સચિવ આશિષ કુમાર જોશી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા,” એમ સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું.

સીબીઆઈએ દાવો કર્યો છે કે કુમાર અને અન્યો સામે આરોપો ઘડવા માટેના પૂરતા પુરાવા એકઠા કર્યા છે. પુરાવાઓમાં ઓડિયો રેકોર્ડિંગ્સનો સમાવેશ થાય છે જે સીબીઆઇએ ગયા વર્ષે દરોડા દરમિયાન કુમારના કમ્પ્યુટરમાંથી જપ્ત કર્યાનો દાવો કર્યો હતો.

કુમાર, 1989 બેચના આઇએએસ અધિકારી, અન્ય આઠ લોકો અને તેની ફ્રન્ટ કંપની – એન્ડેવર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ESPL પર  સીબીઆઇ દ્વારા 2007 થી 2015 ની વચ્ચે લગભગ નવ વર્ષ સુધી ‘સિસ્ટમેટિક’ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત  રૂ. 57 કરોડનું ભ્રષ્ટાચાર કૌભાંડ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેણે અને તેના સાથીઓએ રૂ.3.3 કરોડની લાંચ લીધી હતી. કુમાર પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, બનાવટ અને ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જો કે, ફાસ્ટ-ટ્રેક અદાલતને જણાયું હતું કે દિલ્હી પોલીસે યોગ્ય રીતે તપાસ કરી નથી અથવા સમયસર ચાર્જશીટ દાખલ કરી નથી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) સમર વિશાલની ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં કરવામાં આવેલા કેટલાક મહત્ત્વના અવલોકનોમાં ‘પર્યાપ્ત પુરાવાના અભાવે પુરાવા ન હોવાના આરોપો’, ‘ચાર્જશીટમાં વધારાની સજાવટ અને અતિશયોક્તિ’, વિલંબિત, સુસ્ત અને અયોગ્ય’ તપાસ, અને ‘સમયમર્યાદાની બહાર’ ચાર્જશીટ દાખલ કરવી, સામેલ છે, કારણ કે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલા 22 માંથી 19 કેસોમાં તેણે AAP ધારાસભ્યોને છોડી મૂક્યા અથવા નિર્દોષ જાહેર કર્યા હતા.