દિલ્હી શિક્ષણ મોડેલની ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રશંસાથી આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે જંગ; ‘મીડિયાના પ્રભાવને ખરીદવાની’ વાતોમાં ભરોસો બેસે છે

ન્યૂયોર્ક ટાઇમ્સના સિસોદિયા પરના લેખ પર વ્યાપક હોબાળા વચ્ચે, AAP અને બીજેપી શાબ્દિક દ્વંદ્વયુદ્ધમાં વ્યસ્ત છે.

જો કે, યુએસ પ્રકાશન ભારપૂર્વક જણાવે છે કે અહેવાલ નિષ્પક્ષ અને વાસ્તવિકતા પર આધારિત છે

Himanshu Jain, Political Analyst @HemanNamo

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 19 ઑગસ્ટના રોજ દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં ‘દેખીતા ગોટાળા’ના આધારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પરિસરોમાં દરોડા પાડ્યા હતા, તેની સામે આમ આદમી પાર્ટી (AAP)એ પાર્ટીમાં 2 નંબરનું સ્થાન ધરાવતા સિસોદિયાનો મજબૂત બચાવ શરૂ કર્યો હતો અને સાથે તેમની સિદ્ધિઓ વિશે બડાઈ હાંકીને તેના નુકસાનને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે ‘સિસોદિયા બચાવો’ ઝુંબેશની આગેવાની કરી અને ન્યૂયોર્ક ટાઈમ્સનું પ્રથમ પાનુ  પ્રદર્શિત કરીને ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વ દિલ્હીના અત્યંત સફળ શિક્ષણ મોડેલના કેવા વખાણ કરી રહ્યું છે, પરંતુ ઘરઆંગણે, કેન્દ્ર કેન્દ્રીય એજન્સીઓનો દૂરુપયોગ કરીને  નવીન શિક્ષણ પદ્ધતિને કચડી નાખવાનું વિચારી રહ્યું છે.

કેજરીવાલથી શરૂ કરીને, AAPના ઘણા ટોચના નેતાઓએ એક પછી એક દિવસે મીડિયાને સંબોધિત કરીને, મનીષ સિસોદિયાનો મજબૂત બચાવ કર્યો. જો કે, ભાજપે AAPના પ્રબંધન પર નિર્દયી અને નિંદાત્મક હુમલો શરૂ કર્યો અને તેના પર ચોક્કસ સ્થિતિ ઊભી કરવા માટે ન્યૂયોર્ક ટાઇમ્સમાં ‘પેઇડ લેખ’ પ્રકાશિત કરાવવાનો આરોપ મૂક્યો. વિદેશમાં પેઇડ ન્યૂઝ અને પ્રચાર કરવાનો ભાજપે સીધો આક્ષેપ કર્યો હતો અને તેણે બે વિદેશી પ્રકાશનો – ન્યુયોર્ક ટાઈમ્સ અને ખલીજ ટાઇમ્સમાં આવેલા એકસમાન લેખોને દર્શાવ્યા પણ હતા.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે જોકે આરોપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, તે તેના રિપોર્ટિંગમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ હતું.

“દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને સુધારવાના પ્રયાસો અંગેનો અમારો અહેવાલ નિષ્પક્ષ, વાસ્તવિક રિપોર્ટિંગ પર આધારિત છે,” એમ ન્યૂયોર્ક ટાઇમ્સના બાહ્ય સંચાર નિર્દેશક, નિકોલ ટેલરે જણાવ્યું હતું.

ન્યૂયોર્ક ટાઇમ્સ એ વિશ્વના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય અખબારોમાંનું એક છે, જો કે વિવાદથી તે છટકી શક્યું નથી. ડેઈલી કોલર દ્વારા હાથ ધરવામાં આવેલા ન્યુઝને સ્કેન કરવાથી, જાણવા મળે છે કે વિશ્વ વિખ્યાત પ્રકાશને નોકરીની જરૂર અંગે જે પોસ્ટ કરી હતી જે બેહૂદી અને અપમાનજનક પણ હતી.

પ્રચાર નિર્માણ વિક્રેતા, ચાઈના ડેઈલી વિશેના અહેવાલો પહેલાથી જ જાણીતા છે કે તે વૈશ્વિક વૃતાંતનું નિર્માણ કરવા અને પ્રભુત્વ મેળવવા માટે અમેરિકાના કેટલાક અગ્રણી અને સૌથી પ્રભાવશાળી સમાચારપત્રો અને પ્રકાશનોને ભંડોળ આપવા લાખો ડોલર ખર્ચે છે.

ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી વાયાચાઇના ડેઇલી અને ન્યૂયોર્ક ટાઇમ્સને થતી ચુકવણી પર ડેઇલી કૉલર લેખના અવતરણો

ન્યાય વિભાગે એ છતું કર્યું છે કે મોટી યુએસ મીડિયા કંપનીઓ ચીનના અખબાર, ચાઇના ડેઇલી દ્વારા ચાઇનીઝ કોમ્યુનિટી પાર્ટી, સીસીપી પાસેથી મોટી રકમ મેળવતી રહી છે. ડેઈલી કોલરના એક અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે ન્યાય વિભાગને આ દસ્તાવેજોની ઍક્સેસ હતી, જે તેમને અન્ય કોઈએ નહીં પણ ચાઈના ડેઈલી દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

યુ.એસ.માં FARA નિયમનો ચાઇના ડેઇલીને તેની પ્રવૃત્તિના રેકોર્ડ્સ અને રસીદો અર્ધ-વાર્ષિક રીતે રજૂ કરવાનું આવશ્યક બનાવે છે.

ચાઇના ડેઇલી દ્વારા નવેમ્બર 2016 અને એપ્રિલ 2020 વચ્ચેના સમયગાળા માટે ન્યાય વિભાગને સુપરત કરવામાં આવેલા ખુલાસામાં એવું કહેવામાં આવ્યું હતું કે ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટીએ ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા યુએસના કેટલાક મોટા મીડિયા ગૃહોના ખિસ્સામાં 19 મિલિયન ડોલર ભર્યા હતા. તે સ્પષ્ટ છે કે હાલ ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, પ્રથમ ચૂકવણીઓ અને ટ્રમ્પની ચૂંટણીની જીત સુસંગત હતી. આ ચૂકવણીઓ 2016 પહેલાં કરવામાં આવી હતી કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

ચાઇના ડેઇલીએ ટ્વિટરમાં જાહેરાતો પાછળ 265,822 ડોલરનો ખર્ચ કરવા ઉપરાંત યુએસના સમાચારપત્રોમાં જાહેરાતો પાછળ કુલ 11,002,628 ડોલરનો ખર્ચ કર્યા હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત, ન્યાય વિભાગના કબજામાં રહેલા દસ્તાવેજો એ પણ જાહેર કરે છે કે ચાઇના ડેઇલીએ યુએસ વાચકો માટે અખબારો અને પ્રિન્ટિંગ કંપનીઓ પર 7.6 મિલિયન ડોલર જેટલો ખર્ચ કર્યો હતો.

આ ચૂકવણીઓ, જે અમુક વિચિત્ર કારણોસર “જાહેરાત અને પ્રિન્ટિંગ” ખર્ચ હેઠળ સાંકળવામાં આવે છે, તે વાસ્તવમાં મોટા યુએસ મીડિયા હાઉસ અને ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર, ચાઇના ડેઇલી વચ્ચેના સોદાનો એક ભાગ હતા.

ચાઇના ડેઇલીએ યુ.એસ.માં સમાચારપત્રોને ભારેખમ ચૂકવણીઓ કરી હતી, તેથી યુ.એસ.ના અખબારોએ “ચાઇના વોચ” નામના પેઇડ સપ્લીમેન્ટ્સ પ્રકાશિત કરવા જરૂરી હતા, જે ચાઇના ડેઇલી બનાવે છે. આ ‘ઇન્સર્ટ્સ’ વાસ્તવિક સમાચાર લેખો જેવા દેખાય તેવા ડિઝાઇન કરવામાં આવ્યા હતા, વળી, ઘણીવાર તેઓ સમકાલીન સમાચાર ઘટનાઓ પર બેઇજિંગ તરફી ઝોક ધરાવે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટની જરૂરીયાત માટે કરેલી પોસ્ટ પર ભારતમાં હોબાળો મચ્યો હતો.

જોબ પોસ્ટિંગનો એ ચોક્કસ ફકરો (તેનો ગુજરાતી અનુવાદ) અહીં છે, જેના કારણે હોબાળો થયો હતો:

ભારતનું ભાવિ હવે એક નિર્ણાયક તબક્કા પર ઊભું છે. શ્રી મોદી દેશની હિંદુ બહુમતી પર કેન્દ્રિત આત્મનિર્ભર, સશક્ત રાષ્ટ્રવાદની હિમાયત કરી રહ્યા છે. તે દ્રષ્ટિ તેમને આધુનિક ભારતના સ્થાપકોના આંતર-વિશ્વાસ, બહુસાંસ્કૃતિક લક્ષ્યો સાથે વિરોધાભાસી બનાવે છે. ઓનલાઈન ભાષણ અને મીડિયા પ્રવચન પર જાપ્તો રાખવાના સરકારના વધતા પ્રયાસોએ વાણી સ્વાતંત્ર્ય સાથે સુરક્ષા અને ગોપનીયતાના મુદ્દાઓને સંતુલિત કરવા અંગે મુશ્કેલ પ્રશ્નો ઊભા કર્યા છે. ટેક્નોલોજી મદદ અને અવરોધ બંને છે.”

તેની સામેનો આક્રોશ માત્ર સોશિયલ મીડિયા પૂરતો મર્યાદિત ન હતો, તે ટેલિવિઝન ચેનલોમાં પણ પહોંચ્યો હતો જ્યાં એન્કરોએ આંતરરાષ્ટ્રીય પ્રકાશન પર પક્ષપાતી ઉમેદવારની શોધ કરતી હોવાનો આરોપ લગાવતી પ્રાઇમટાઇમ ચર્ચાઓનું આયોજન કર્યું હતું.

દેશ ગુજરાત