25મીએ રન ફૉર ડેવલપમેન્ટ અંતર્ગત 1 લાખથી વઘુ યુવાનો મેરોથોન દોડમાં ભાગ લેશે

કોબાઃ  પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચાના સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા 25 સપ્ટેમ્બરને રવિવારે રન ફૉર ડેવલપમેન્ટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકામાં મેરોથોન દોડ યોજાશે.  આ મેરેથોનનમાં સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધુ યુવાનો ભાગ લેશે.

મેરોથન દોડમાં 18 થી 25 વર્ષના યુવાનો વધુમાં વધુ જોડાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવાનોને ટી-શર્ટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સુરત ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો કર્ણાવતી ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. વલસાડ ખાતે બીચ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. 

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા 2 ઓકટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતમાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા અનેક સેવાકીય કાર્યો યોજાઇ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં આશરે 322 બલ્ડકેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં માત્ર એક દિવસમાં 23,763 બલ્ડની બોટલ એકત્ર કરવામાં આવી હતી.

રન ફોર ડેવલોપમેન્ટ કાર્યક્રમના સ્થળની વિગતઃ

મહાનગર     સ્થળ
કર્ણાવતી     કાંકરિયા લેક
ગાંઘીનગર   ઘ-6
જામનગર   તળાવની પાળ
જૂનાગઢ     બાહુદિન કોલેજ
ભાવનગર   રૂપાણી સર્કલ
રાજકોટ      બાલભવન –રેસકોર્ષ રિંગ રોંડ
સુરત          VNGUગેટ
વડોદરા     સુરસાગર તળાવ

દેશ ગુજરાત

તાજેતર ના લેખો

error: Content is protected !!