ઉપરાજ્યપાલ વિરોધી તમામ પોસ્ટ ડીલીટ કરવા આપ-ના નેતાઓને દિલ્હી હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ  દિલ્હી હાઇકોર્ટે સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, આતિશી માર્લેના, દુર્ગેશ પાઠક તથા જસ્મીન શાહને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેના ઉપર કૌભાંડનો આક્ષેપ કરતી તમામ પોસ્ટ ડીલીટ કરી દેવા આદેશ કર્યો છે.

ઉપરાજ્યપાલ સક્સેના આમ આદમી પાર્ટીની ભ્રષ્ટ નીતિઓ અને કામગીરીને સતત ઉજાગર કરતા રહ્યા છે, જેને કારણે આપ પાર્ટીના નેતાઓ કિન્નાખોરીનું રાજકારણ રમતા હોવાનું મોદીભરોસા નામના ટ્વિટર હેન્ડલે જણાવ્યું હતું.

લાઇવ લૉના અહેવાલ અનુસાર દિલ્હી હાઇકોર્ટે મંગળવારે કહ્યું કે, આમ આદમી પાર્ટી અને તેના પાંચ નેતાઓનાં નિવેદનો કોઈ વાસ્તવિક ચકાસણી કર્યા વિના આડેધડ કરવામાં આવ્યાં હતા જેને કારણે ઉપરાજ્યપાલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

અદાલતે આપ-ના નેતાઓને ઉપરાજ્યપાલ અથવા તેમની દીકરી વિરુદ્ધ કોઇપણ પ્રકારના વાંધાજનક નિવેદનો કે સોશિયલ મીડિયા પોસ્ટ નહીં કરવા પણ આદેશ આપ્યો. સાથે અદાલતે પાંચે નેતાઓને તેમના ટ્વિટ ડીલીટ કરી દેવા પણ આદેશ આપ્યો.

કોર્ટે તેના આદેશમાં કહ્યું કે, ઉપરોક્ત નેતાઓ 48 કલાકમાં તેમની પોસ્ટ જાતે ડીલીટ નહીં કરે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એ પોસ્ટ દૂર કરવા પગલાં લેવા પડશે.

દેશ ગુજરાત