મારી સરકાર હોત તો અંબાણીનું રહેઠાણ તોડી પાડીને એ જગ્યા વકફ બોર્ડને આપી દેતઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ  “વકફ બોર્ડને જ્યારે જરૂર પડે ત્યારે કેજરીવાલ પોતે અને મારી સરકાર તન-મન-ધનથી વકફ બોર્ડની સાથે છે. બમ્બઈ કે અંદર ઈસ દેશ કા જો સબસે અમીર આદમી હૈ બતા દેં ઉસકા ઘર વકફ બોર્ડની પ્રોપર્ટી પે બના હુઆ હૈ. વહાં કી સરકાર કી હિંમત નહીં હૈ જો ઉસકો કુછ કર દે, હમારી સરકાર અગર વહાં હોતી તો ઉસકી પ્રોપર્ટી તૂડવા દેતી. જો ભી વક્ફ બોર્ડ કો જબ ભી કિસી કી જરૂરત હોતી દિલ્હી સરકાર વક્ફ બોર્ડ કે સાથ હૈ…” આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના આવાં નિવેદનોનો એક વીડિયો આજે વાયરલ થયો છે. વિજય પટેલ ઉપરાંત દિલ્હી ભાજપના નેતા તજિંદરપાલ સિંહ બગ્ગાએ તેમના સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર કર્યો છે.

વિજય પટેલે તેમના હેન્ડલ પર આ વીડિયો શૅર કરતા પ્રશ્ન કર્યો કે શું તે (કેજરીવાલ) વક્ફ બોર્ડને ગુજરામાં પણ મદદ કરશે? તેઓ (વક્ફ બોર્ડ) નો દાવો છે કે બેટ દ્વારકા તેમનું છે!

આ ટ્વિટના જવાબમાં ઘણા લોકોએ કેજરીવાલ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીર છે. એક યુઝરે લખ્યું કે, ઇલેક્શન એસે હી જીતા હૈ. દિલ્હી મેં રોહિંગ્યા, પંજાબ મેં ખાલિસ્તાન ઔર અબ ગુજરાત મેં વકફ બોર્ડ…ગુજરાતીયોમાં ઘર, કંપની સબ વક્ફ કે નામ કરના હૈ ક્યા?

એક યુઝરે લખ્યું કે, આ વ્યક્તિ (કેજરીવાલ) આડકતરી રીતે વક્ફ બોર્ડને એન્ટિલીયા ઉપર દાવો કરવા ઉશ્કેરણી કરે છે અને તે પોતે એ દાવાનો અમલ કરશે?

એક યુઝરે લખ્યું કે કેજરીવાલ અંબાણી પાસેથી ખંડણીના નાણા પડાવવા માટે તૈયારી કરે છે, જે રીતે એમવીએ એ વિસ્ફોટકો દ્વારા કર્યું હતું.

અન્ય એક યુઝરે સીધો કેજરીવાલને ટૅક કરીને પ્રશ્ન પૂછ્યો કે શું તમે સૌથી ધનિક ભારતીયને ઘરવિહોણા બનાવી દેશો, જે રીતે તમે દાવો કરો છો!

દેશ ગુજરાત