મફત શિક્ષણ અંગેના કેજરીવાલના અપ-પ્રચારને મળ્યો જવાબ
October 25, 2022
નવી દિલ્હીઃ દેશમાં સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મફત છે તેમ છતાં વારંવાર મફત શિક્ષણની વાતો કરનાર આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને આજે જવાબ મળ્યો હતો કે બંધારણની કલમ 21-એ અનુસાર 6 થી 14 વર્ષની ઉઁમરના દરેક બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ વ્યવસ્થા આ દેશમાં કરવામાં આવેલી જ છે. દરેક રાજ્ય સરકાર આ કામ કરે જ છે. આમ આદમી પાર્ટીની સરકાર મફત શિક્ષણ આપીને કોઈ ઉપકાર નથી કરતી. મત મેળવવા ખાતર ધનિક લોકોને પણ “રેવડી” વહેંચવામાં આવી રહી છે…
વાસ્તવમાં કેજરીવાલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો કોઈ વીડિયો શૅર કરીને એવું લખ્યું હતું કે, આ વીડિયો જૂઓ. અમીર દેશોમાં શિક્ષણ મફત છે. મને દુખ થાય છે કે આપણા દેશમાં મફત શિક્ષણને નેતાઓ ફ્રીની રેવડી કહે છે. આ દેશો અમીર એટલા માટે બન્યા કે તે મફત શિક્ષણ આપે છે. જો દરેક ભારતીયને અમીર બનાવવા હોય તો ભારતના દરેક બાળકને સારું મફત શિક્ષણ આપવું પડશે.
કેજરીવાલે જે વીડિયો શૅર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ડેન્માર્કમાં યુનિવર્સિટીમાં ભણતા દરેક વિદ્યાર્થીને સરકાર દ્વારા દર મહિને 1000 ડૉલર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આ રીતે કમાણી થાય છે અને તે ભણી રહે ત્યારે તેમના ઉપર કોઈ બોજ રહેતો નથી કેમ કે તેમણે ભણવાની ફી ચૂકવવાની નથી હોતી. આ વીડિયોમાં દાવા મુજબ ડેન્માર્કમાં વિદ્યાર્થી છ વર્ષ સુધી યુનિવર્સિટીમાં ભણી શકે છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડમાં શિક્ષણનો ખર્ચ ઘણો ઊંચો છે તેથી વિદ્યાર્થી ભણી રહે ત્યાં સુધીમાં તેના ઉપર 70,000 ડૉલરનો બોજ આવી જાય છે.
કેજરીવાલે આ વીડિયો શૅર કર્યો તેના જવાબમાં ભાજપના નેતા અમિત માલવિયએ કહ્યું કે, ભારતમાં બંધારણની કલમ 21-એ હેઠળ છ થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલો જ છે. અને દરેક રાજ્ય સરકાર સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ આપે જ છે. આમ આદમી પાર્ટીની સરકાર તેમાં કોઈ ઉપકાર નથી કરતી.
દેશ ગુજરાત
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Watch: Glimpses of 3D Projection Mapping, Light and Sound Show at Rani ki Vav
- Over 66 hospitalised for food poisoning after eating mutton, fish at wedding in Ahmedabad
- Dashcam Footage of Fatal BRTS Accident in Surat Goes Viral; Moped Rider Killed
- Gujarat Moves to Performance-Linked Contracts for Road Projects
- Gujarat Govt Gives In-Principle Nod to Amend 'Tukda Dharo'; Violations Since 1948 to Be Regularised
