આપ ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું, કહ્યું લોકો દેશ વિરોધી અને ગુજરાત વિરોધી કહેતા હતા

સુરતઃ આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. તેમણે એક વિડિયો નિવેદનમાં કહ્યું કે આપમાંથી ઉમેદવારીને લઇને લોકો તેમને દેશ વિરોધી અને ગુજરાત વિરોધી કહેતા હતા તથા સમર્થન આપવાનો ઇનકાર કરતા હતા તેથી તેમણે કોઇ લોભ લાલચ કે દબાણ વગર ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે.

સુરત પૂર્વ વિધાનસભા માટે આપમાંથી ઉમેદવારી નોંધાવીને પ્રચાર કાર્ય શરુ કર્યું હતું. મારા પ્રચાર દરમિયાન મારા વિસ્તારના લોકો વારંવાર મને કહેતા હતા કે તમે દેશ વિરોધી અને ગુજરાત વિરોધી છો અને તમે જે પક્ષ પસંદ કર્યો છે તેના કારણે અમે તમને સમર્થન નહીં આપીએ. મારા વિસ્તારનો લોકોના આવા પ્રતિભાવને કારણે મારો અંતરઆત્મા કકળી ઉઠયો હતો અને મારા અંતરાત્માના અવાજને સાંભળીને મેં નક્કી કર્યું છે કે હું આવા દેશ વિરોધી અને ગુજરાત વિરોધી પક્ષમાંથી ઉમેદવારી નહીં કરું. મેં આબેઠક પરથી મારું ઉમેદવારી પત્ર કોઇપણ દબાણ કે લાલચ વગર પાછું ખેચ્યું છે