જપન પાઠક દ્વારા, ગુજરાત ચૂંટણી 2022 શ્રેણી ભાગ 4 : મુસ્લિમ ઉમેદવારો અને વિસ્તારોમાં જ રહ્યું વિપક્ષનું મહદ પ્રભુત્વ

જપન પાઠક દ્વારા

અહીં આ શ્રેણીમાં હજુ સુધી માત્ર એ જ વિષય પર ફોકસ રાખ્યું છે કે ભાજપ કેમ વિધાનસભાની આગામી ચૂંટણી અગાઉ આ વખતે જીતવાનું નક્કી હોય તેવો પક્ષ લાગી રહ્યો છે. આવું લાગવું એ મહત્વનું એટલા માટે છે કે ઘણા ખરા અનિર્ણિત મતદારો એવો ધારાસભ્ય ચૂંટવાનું પસંદ કરે છે કે જે પક્ષ શાસનમાં આવતો દેખાઇ રહ્યો હોય.

પાછલા ત્રણ એપિસોડમાં વિધાનસભા પેટા ચૂંટણીઓ, લોકસભાનું પરિણામ અને સ્થાનિક ચૂંટણીઓમાં લોકચુકાદો આ તમામ જોયું તેનાથી એવું પ્રતિાદિત કરવાનો કોઇ પ્રયાસ નથી કે તે જ પેટર્ન પર જ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના પરિણામ આવશે જ. પરંતુ કેટલીક બાબતો જે આ પરિણામોથી સિદ્ધ થાય છે તે એ કે 2015 અને 2017માં જે વર્ગમાં જે ક્ષેત્રોમાં ભાજપ સામે નારાજગી જોવા મળી હતી તે તેવા વર્ગોમાં અને ક્ષેત્રોમાંથી દૂર થઇ છે. જેમ કે ઉદાહરણ તરીકે ગ્રામીણ મતદારો, અથવા વર્ષ 2015નું પાટીદાર અનામત આંદોલન જોઇએ તો સ્થાનિક ચૂંટણીઓમાં તેની અસર માત્ર સુરત મહાનગરપાલિકાના 27 વોર્ડ પૂરતી જ જોવા મળી છે.

તો વિશેષ કરીને વર્ષ 2021ની સ્થાનિક ચૂંટણીઓના સંદર્ભમાં અહીં એ નોંધવું જરુરી લાગ છે કે કોંગ્રેસ આ ચૂંટણીઓમાં લગભગ મુસ્લિમ મતો પૂરતો સિમિત પક્ષ થઇ ગયો હોય તેવું ચિત્ર ઉભર્યું છે. મને યાદ છે એ દિવસ કે જ્યારે સ્થાનિક ચૂંટણીનું છેલ્લું પરિણામ આવ્યું હતું. હું ટીવી સ્ટુડિયો તરફ વિશ્લેષણ રજૂ કરવા માટે જઇ રહ્યો હતો અને મેં જોયું કે 8ા નગરપાલિકાઓ ચૂંટણીમાં ગઇ હતી તેમાંથી કોંગ્રેસ પક્ષની બહુમતિ માત્ર માળીયા મિંયાણા અને સિક્કા નગરપાલિકાઓમાં આવી હતી. આમાંય માળીયા મિયાણામાં તો કોંગ્રેસને તમામ બેઠકો મળી હતી. તો સિક્કામાં કોંગ્રેસે બે તૃતીયાંશ બહુમતિ મેળવી હતી. મેં ઝડપથી વિજેતા ઉમેદવારો કોણ છે તે અંગે તપાસ કરી તો જણાયું કે માળીયા મિંયાણામાં કોંગ્રેસના જીતેલા તમામ 24 નગરસેવકો પૈકી એકને છોડીને બાકીના 23 મુસ્લિમો હતા. તો સિક્કામાં કુલ 25માંથી કોંગ્રેસ – એનસીપીએ 17 બેઠકો જીતી હતી અને તેમાંના 3 સિવાય તમામ મુસ્લિમો હતા.

આ પછી નગરપાલિકાની ચૂંટણીના વિસ્તૃત પરિણામોમાં મેં કોંગ્રેસના 176 વિજેતાના નામ જોયા તો તેમાંના 103 મુસ્લિમ હતા, એટલેકે લગભગ 60 ટકા. જ્યાં મુસ્લિમ વિસ્તારમાં અનામતની એક બેઠક હોય ત્યાં સ્વાભાવિક રીતે હિંદુ અનૂસૂચિત જાતિ કે જનજાતિના ઉમેદવાર હોય, તેવાની પણ સંખ્યા મોટી હતી. એટલેકે હિંદુ ઉમેદવારનો વિજય પરંતુ મુસ્લિમ વિસ્તારમાંથી. આવા પણ ઘણા કિસ્સા હતા.

અમદાવાદના ચોવીસ વિપક્ષી કાઉન્સીલરોમાં 12 મુસ્લિમ. જામનગરના 11 કોંગ્રેસી કાઉન્સીલરોમાં 7 મુસ્લિમ. ભાણવડમાં નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઇ તો તે ઝુબેદા હિંગોરા, સમા સુલેમના, ઝરીના કુરેશી, સબીના, ગુલમહમંદ જેઠવા આ ઉમેદવારોના જીતવાના કારણે થઇ. ભરુચ, દહેગામ, કેશોદ, ભુજ, સુરેન્દ્રનગર, ચોટીલા, સલાયા, જંબુસર, અંકલેશ્વર, દહેગામ, મુંદ્રા, પોરબંદર, ગોધરા, હિંમતનગર, વડાલી, બારડોલી, ધાંગધ્રા, બોટાદ, પાટણ, વેરાવળ, ધોળકા, ખંભાત અહીં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોના નામ ચકાસશો તો મહદ મુસ્લિમ નામો જ જડી આવશે.*

એવું નથી કે હિંદુઓમાં કોંગ્રેસની સ્વીકાર્યતા સંપૂર્ણપણે સમાપ્ત થઇ ગઇ છે. પરંતુ વિજેતા ઉમેદવારોમાં મુસ્લિમોની સંખ્યા અથવા તો મુસ્લિમ વસ્તીવાળી વિસ્તારોની સંખ્યા ઉડીને આંખે વળગે તેટલી છે. અને જોવાની વાત એ છે કે સ્થાનિક ચૂંટણીઓના પરિણામોમાં માત્ર કોંગ્રેસ પક્ષે આ સ્થિતી ન હતી. આમ આદમી પાર્ટીને કે ઓવૈસીના મજલિસ પક્ષને જે બેઠકો મળી તેમાં પણ મોટાભાગના નામો મુસ્લિમોના કે મુસ્લિમ વિસ્તારો સંબંધિત છે.

ઉદાહરણ તરીકે નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પક્ષના 11 વિજેતાના નામ જડી આવ્યા જેમાં 8 મુસ્લિમ હતા, જેમ કે એઝાઝ બાપુ – ખંભાત, અનીસાબાનુ – પેટલાદ, રુખસાર મિર્ઝા – પેટલાદ, અસ્લમબેગ મિર્ઝા – પેટલાદ, યાસ્મીનબાનુ – બોરસદ, મુસા અબ્બાસ – સલાયા, લતીફા આદમ – સલાયા અને ઇસા અબ્દુલ – સલાયા. અલબત્ત સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકોમાં જીત મળી તેમાં આમ આદમી પક્ષના મૂળ સૌરાષ્ટ્રના પટેલ ઉમેદવારો મહદ છે.

એક અન્ય ધ્યાનાકર્ષક બાબત એ પણ રહી છે કે સ્થાનિક ચૂંટણીઓમાં નગરપાલિકા સ્તરે ભાજપના પણ ઘણાં મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઇને આવ્યા છે. આમ કોંગ્રેસ તો મુસ્લિમ મતો અને વિસ્તારો પૂરતો ખાસ્સો સિમીત થઇ ગયો હોય તેમ દેખાય જ છે પરંતુ સાથે સાથે મુસ્લિમ મતો તેના એકલાનાય નથી રહ્યા. ભાજપ, આમ આદમી પક્ષ, મજલિસ, આ સૌએ તેમાં પગપેસારો કર્યો છે અને ભાગ પડાવ્યો છે. પંચાયતોના એકેએક વિજેતા ઉમેદવારના નામ મને પ્રાપ્ત નથી થયા, નહીં તો મહાનગરપાલિકા અને નગરપાલિકાની માફક પંચાયત સ્તરના ટ્રેન્ડનું પણ આ દ્રષ્ટિએ વિશ્લેષણ કરી શક્યો હોત.

સંપૂર્ણ તૈયાર થયેલા સરદાર સરોવર બંધના લાભ મળવાના શરુ થવા, સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનું અનાવરણ, 370ની કલમનું જવું, રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન, શું આ બધા ક્રમની ગુજરાતની ચૂંટણીઓમાં જબરજસ્ત અસર હશે? શું ગુજરાતી મતોનું જબરજસ્ત કોન્સોલીડેશન જે સ્થાનિક ચૂંટણીઓમાં જોવા મળ્યું તે વિધાનસભાની ચૂંટણીમાં પણ જારી રહેશે? આ પ્રશ્નો વિચાર માંગી લે છે.

*નગરપાલિકા ચૂંટણીઓ – કોંગ્રેસના વિજેતાઓ પૈકીના મહદ મુસ્લિમ નામો

-Asmabanu Javid, Bharuch,
– Jainabbibi Zulfikar, Bharuch
-Salim Abdullah Amdavadi, Bharuch
-Faiziya Sheikh, Bharuch
-Mumtaz Patel, Bharuch
– Ibrahim Kalkal, Bharuch
-Shamshad Ali Nissarhussain, Bharuch
-Asmaben Sheikh, Bharuch
– Tehzizbanu Mulla, Bharuch
-Yusuf Malek, Bharuch
– Habibmiya Sheikh, Dahegam
-Raziyaben Hanifbhai, Keshod
-Aminbhai Ibrahimbhai, Keshod
-Aishu Alimamad, Bhuj
– Mariyam Hasam Sama, Bhuj
-Kasam Mamad Sama, Bhuj
-Mehbub Juma Lohar, Bhuj
-Abdulhamid Umar Sama, Bhuj
-Ahmed Hasam Jam, Surendranagar
-Asma Jamil, Chotila
– Zinnat Adam, Salaya
– Abram Junas, Salaya
-Irfan Abbas, Salaya
-Hawa Isha Sanghar, Salaya
-Mariyam Ghanchi, Jambusar
-Mahmad Bhana, Jambusar
-Maherun Akhtar, Jambusar
-Sakirhussain Malek, Jambusar
-Saeed Malek, Jambusar
-Rafiq Sheikh, Ankleshwar
-Mehraj Pathan, Ankleshwar
-Sharifabibi Sheikh, Ankleshwar
-Jahangirkhan Hamidkhkan, Ankleshwar
-Bismillaben Mansuri, Dahegam
-Javed Rafik Pathan, Mundra
– Najma Khoja, Mundra
-Raziya Juneja, Mundra
-Imraj Jat, Mundra,
-Haji Anwar Harun Khatri, Mundra
-Rashida Jokhiya, Porbandar
– Bhikha Sidi, Porbandar
– Faruk Yusuf, Porbandar
-Nasimbanu Sheikh, Godhra
– Zaheda Mansuri, Himmatnagar
-Rubina Meman, Himmatnagar
-Abdulrazal Abdulnabi, Himmatnagar
-Imran Aljiwala, Himmatnagar
-Imran Meman, Vadali
-Raju Gafur Ghanchi, Vadali
-Zahira Mansuri, Bardoli
-Bilkish Saiyad, Bardoli
-Farid Suleman, Bardoli,
-Imtiya Saiyad, Dhrangadhra
– Samimben Mankad, Khojawadi, Botad
-Zakirbhai Niyatar, Botad
– Fatmabai Mahmadfaruk, Prbhas Patan
– Halima Hamid, Prabhas Patan
-Salim Panja – Prabhas Patan
-Musabhai Jamalbha, Prabhas Patan
– Fiza Imtiyaz, Veraval
– Allarakha Hussainbhai, Veraval
-Altaf Mohammadbhai- Veraval
-Ashiya Zahidbhai, Veraval
– Zinat Ahmadbhai, Veraval
-Sahil Sattar, Veraval
-Gulamhussain Siddik Khan, Veraval
– Abedaben Mansuri, Dholka
– Sakirmiya Rasulmiya, Dholka
-Nurjahabanu Salimmiya, Dholka
-Farzanabanu Ghanchi, Dholka
-Amir Sulemanbhai – Dholka
-Mahammadzarrarkhan Abdulrahimkhan, Dholka
– Niyazbibi Firozkhan, Dholka
-Mohammadfaruk Mohammadyusuf, Dholka
-Mansuralikhanji Talukdar, Dholka
-Mumtazbanu Sheikh, Khambhat
– Shamimbanu Malek, Khambhat
-Hansaben Rana(Pathan), Khambhat
-Iftekhar Yamni(lawyer), Khambhat