“મોદીજીના મુખ્ય કાર્યોમાંથી એક કાર્ય જેણે ગુજરાતને બચાવ્યું”

હિમાંશુ જૈન
રાજકીય વિશ્લેષક

કોંગ્રેસના શાસન દરમિયાન અઢાર મોટા રમખાણો થયા હતા, ત્રણ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન થયા, જુદા જુદા જૂથો વચ્ચે થયેલા રમખાણોના ચાર દાખલા છે અને જેને તેઓ યાદ રાખી રહ્યા છે તે એકમાત્ર રમખાણ, ગુજરાતનું છે. પરંતુ જો આપણે ગુજરાતનો ઇતિહાસ યાદ કરીએ તો લોકો એ જાણીને ચોંકી જશે કે ગુજરાતમાં દર વર્ષે રમખાણોની ઘટનાઓ બનતી હતી. અને 2002 પછી રમખાણનો એકપણ કેસ નોંધાયો નથી.”

ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ બુધવાર, 11 માર્ચે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું.  સાંસદ

ગુજરાતના મુખ્ય કોમી અને જ્ઞાતિવિગ્રહના કેસો :

 • o 1961-71ની વચ્ચે, ગુજરાતના 16 જિલ્લાઓ સાંપ્રદાયિક હિંસાથી હચમચી ગયા હતા, જેમાં શહેરી વિસ્તારોમાં 685 અને ગ્રામીણ વિસ્તારોમાં 114 ઘટનાઓ બની હતી. આ દાયકામાં શહેરી ગુજરાતમાં નોંધાયેલી 685 ઘટનાઓમાંથીઘટનાઓમાંથી 578 ઘટનાઓ એકલા 1969માં ઘટી હતી, જે માંતે દસ વર્ષના ગાળામાં થયેલા સૌથી હિંસક રમખાણો હતા. સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ શહેરથી શરૂ કરીને વડોદરા સહિતના અન્ય અનેક સ્થાનોએ આ હિંસા ફેલાઇ હતી.
 • o હિંસામાં 1,100 લોકોના જીવ ગયા અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો.
 • o 1974-1980ના સમયગાળામાં, અન્ય મુદ્દાઓએ ગુજરાતી સમાજને ઘેરી લીધો હતો. 1981નુંમાં અનામત વિરોધી આંદોલન ચાલ્યું હતું, જે તે સમયે સત્તાધારી કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલી ખામ (KHAM) નીતિ સામેનો પ્રત્યાઘાત હતો. KHAM (K એટલે ક્ષત્રિય- ઉચ્ચ જ્ઞાતિના ક્ષત્રિયો એવી ગેરસમજ ના કરતા, H એટલે હરિજન, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ) એ કેટલાક ઓબીસી, દલિતોદલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોના મત જૂથ તરીકે કરવામાં આવેલી એક કલ્પના હતી.સંખ્યાઓનો તર્ક KHAMમાં જોડેલા આંકડાઓનો તર્ક ચૂંટણીના અંકગણિતની દ્રષ્ટિએ અજોડ બનતો હતો.
 • o આનાથી કોંગ્રેસને મોટો ચૂંટણીલક્ષી લાભ મળ્યો; શાસન વિરોધી પરિબળ બિનઅસરકારક બન્યું અને 1980માં તેણે વિધાનસભામાં જેટલી બેઠકો મેળવી હતી તેના કરતાં વધુ બેઠકો સાથે ર્ટીએ1985ની ચૂંટણીમાં જીત મેળવીતી.
 • o હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના કોમી રમખાણો હવે જ્ઞાતિઓ વચ્ચેની હિંસાની રાહ પર થવા લાગ્યા.
 • o એપ્રિલ 1985માં, પોલીસે બળવો કર્યો અને હિંસામાં ભાગ લીધો. તેમણે અમદાવાદમાં ગુજરાત સમાચારના કાર્યાલયને સળગાવી દીધું. જ્ઞાતિવિગ્રહને ડામવા માટે શરૂ કરાયેલા કોમી રમખાણ દરમિયાન, પોલીસની દેખરેખ હેઠળ સમગ્ર રાજ્યમાં ઘરોને આગ લગાડીને સળગાવી દેવામાં આવ્યા હતા.
 • o કપરી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સેનાને બોલાવવી પડી. સેનાને તરત સમજાઇ ગયું હતું કે કેટલા કપરા સંજોગોમાં તેને નિયંત્રણ કરવાનું હતું.
 • o 1981-82થી વિપરીત, 1985ના આંદોલનના તબક્કામાં આદિવાસીઓની પ્રતિક્રિયા જોવા મળી હતી. આદિવાસી વિસ્તારોમાં વિશાળ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ જાતિઓને ચેતવણીના સંકેતો મોકલવામાં આવ્યા હતા.
 • o અસામાજિક તત્વો (બંને સમુદાયોના) અને રાજકારણીઓ વચ્ચેની સાંઠગાંઠ, જે 1969માં શરૂ થઈ હતી, જ્યારે હિતેન્દ્ર દેસાઈ મુખ્યપ્રધાન હતા, અને 1969-1970 સુધી ચીમનભાઈ પટેલના શાસન હેઠળ પ્રોત્સાહન મળ્યું હતું તેને 80ના દાયકામાં જ્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે વધુ વેગ મળ્યો. અમદાવાદ અને વડોદરામાં કોંગ્રેસના અલગ-અલગ જૂથો દ્વારા હરીફ સમુદાયો, હિંદુ અને મુસ્લિમ સાથે જોડાયેલા દારૂ માફિયા ડોન્સને આશ્રય આપવાને કારણે કોમી હિંસા પાછળ બદલાની ભાવના સાથે ગુનેગારો-રાજકારણીઓ વચ્ચેની સાંઠગાંઠ બહાર આવી.
 • o 1982માં, વડોદરામાં ગણેશ ચતુર્થીની શોભાયાત્રાની આસપાસ રમખાણો થયા હતા. 1985માં, અનામત વિરોધી રમખાણો સાથે તે ફરી શરૂ થયું અને તેની પાછળનો મુદ્દો કોંગ્રેસ સરકાર દ્વારા ઓબીસી માટે ક્વોટામાં કરવામાં આવેલો વધારો હતો. ત્યારબાદ વિસ્ફોટક જ્ઞાતિવિગ્રહને શાંત કરવા માટે સત્તામાં રહેલા પક્ષ દ્વારા કોમી રમખાણો કરાવવામાં આવ્યા હતા.
 • o 1987 અને 1991ની વચ્ચે ગુજરાતમાં 106 કોમી ઘટનાઓ બની હતી. ચૂંટણી દરમિયાન રાજકીય હરીફાઈ અને તકરારો આમાંથી લગભગ 40 ટકા રમખાણો માટે જવાબદાર હતી. અન્ય 22 ટકા જેટલી અથડામણો માટે ‘ધાર્મિક સરઘસો’ સંબંધિત તણાવ જવાબદાર હતો.
 • o સુરત, જે સાંપ્રદાયિક સૌહાર્દનો અવિશ્વસનીય રેકોર્ડ ધરાવતું નગર હતું, તે ગુજરાતના અન્ય એવા કેન્દ્રો સાથે જોડાયું કે જેઓ આંતર-સમુદાયિક સંબંધોનો વધુ ખંડિત ઇતિહાસ ધરાવતા હતા. હિંસા એવા ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ કે જે અત્યાર સુધી મોટાભાગે અપ્રભાવિત હતા.
 • o 1992 પછી, મુસ્લિમો વિરુદ્ધ હિંસાના છૂટાછવાયા બનાવોને કારણે આ સિલસિલો મંદ પડતો જોવા મળ્યો હતો. 1997થી 1999 દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2001માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું

2002ના ગુજરાત રમખાણોના કેસમાં કોમી હિંસાની આત્યંતિક ઘટનાઓ જોવા મળી હતી, જેમાં ટ્રેનો સળગાવી દેવામાં આવી હતી અને ઘણા લોકોના જીવ ગયા હતા. તેની શરૂઆત 27 ફેબ્રુઆરી, 2002ના રોજ થઈ હતી, જ્યારે સાબરમતી એક્સપ્રેસમાં પરત ફરી રહેલા 50થી વધુ યાત્રાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ટ્રેનના ડબ્બા સળગાવી દેવામાં આવ્યા હતા. તેના પગલે, રાજ્યના અન્ય ભાગોમાં વધુ હિંસા ફાટી નીકળી હતી, જ્યાં સેંકડો મુસ્લિમો માર્યા ગયા હતા. સરકારી આંકડા અનુસાર, 790 મુસ્લિમો અને 254 હિન્દુઓ માર્યા ગયા હતા, વધુ 223 લોકો ગુમ થયા હતા અને અન્ય 2,500 ઘાયલ થયા હતા.

સર્વોચ્ચ અદાલતે, 2002ના રમખાણોના કેસમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 63 લોકોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખતા, ટીવી એન્કર સુધીર ચૌધરીના શ્રી મોદી સાથેના તેમના કથિત ઇન્ટરવ્યુ વિશેના નિવેદનની નોંધ લીધી છે.

ગુજરાતમાં કોમી હિંસા પર ન્યાયિક કમિશનો

હિંસાના કારણે જેમાં 1,100 લોકોના મોત થયા હતા તેના અનુસંધાનમાં 1969માં જગમોહન રેડ્ડી અને નુસેરવાનજી વકીલનું તપાસ પંચ રચવામાં આવ્યું હતું. કમનસીબે, સત્તામાં આવેલી કોંગ્રેસની અનુગામી સરકારોએ દોષિતોને સજા કરવામાં અથવા નિરંકુશ હિંસા ફરીથી થતી રોકવા માટે ભલામણ કરેલા પ્રણાલીગત ફેરફારોનો અમલ કરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.

1986માં, દવે કમિશનની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ ચીમનભાઈ પટેલ હેઠળની કોંગ્રેસ(I)ની સરકારને તેની ભલામણો રાજકીય રીતે અનુચિત લાગી.

આથી, જે તારણો કાઢવામાં આવ્યા હતા તેમને તેણે સ્વીકાર્યા ન હતા. આ દરમિયાન, કોટવાલ કમિશને પણ અમદાવાદ શહેરમાં કોમી હિંસાના બનાવોની તપાસ કરી હતી. આ અહેવાલનો પણ અમલ થયો ન હતો.

1992માં સુરતમાં થયેલી ક્રૂર હિંસા દરમિયાન મહિલાઓ પર પણ સામૂહિક બળાત્કાર થયો હતો. તે પછી ચૌહાણ કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને તેનો અહેવાલ પૂર્ણ કર્યો હતો અને દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવા માટે માંડ 15 દિવસના લંબાવવાની જરૂર હતી, પરંતુ કોંગ્રેસ સમર્થિત વાઘેલા સરકારે તેને વિખેરી નાખ્યું હતું. પરિણામે, આ કમિશનના તારણો જ જાહેર થઇ શક્યા ન હતા, તેની ભલામણો પર કાર્યવાહી કરવાની તો વાત જ જવા દો.

2002ના રમખાણોનું તપાસ પંચ

ગુજરાત સરકારે 2002ના ગોધરા રમખાણોની તપાસ કરનારા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) જીટી નાણાવટી અને એએચ મહેતા કમિશન દ્વારા જસ્ટિસ નાણાવટી મહેતા પંચના અહેવાલનો અંતિમ ભાગ બુધવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યો હતો. અહેવાલમાં 2002ની ગોધરા ટ્રેન કરુણાંતિકાના સંબંધમાં તત્કાલીન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને અન્યોને ક્લીનચીટ આપવામાં આવી છે.

પંચનો અહેવાલ તત્કાલીન રાજ્ય સરકારને સુપરત કર્યાના પાંચ વર્ષ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ 2,500થી વધુ પાનાનો છે અને તેને નવ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે કેટલીક જગ્યાએ પોલીસ ટોળાને કાબૂમાં રાખવામાં બિનઅસરકારક રહી હતી તેનું કારણ તેમની અપૂરતી સંખ્યા હતું અથવા તેઓ યોગ્ય રીતે હથિયારોથી સજ્જ ન હતા.

 

તાજેતર ના લેખો