ઉત્તમ ગુણવત્તાલક્ષી કામગીરી બદલ ગુજરાત રેરાને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત

ગાંધીનગર: ગુજરાત રેરા ઓથોરિટીને ઉત્તમ ગુણવત્તાલક્ષી સંચાલન બદલ આંતરરાષ્ટ્રીય સ્તરનું ISO 9001: 2015 પ્રમાણિત સંસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમન અને વિકાસ માટે રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ, ૨૦૧૬ અન્વયે રીયલ એસ્ટેટ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ, પારદર્શી રીતે મિલકતની ખરીદી, રીયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતના રક્ષણ અર્થે તેમજ તે સંદર્ભે ઉદભવતા વિવાદોના ઝડપી નિરાકરણ માટેની પ્રવૃતિઓ માટે ગુજરાત રેરાને ISO 9001:2015 આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. 

વધુમાં સમયાંતરે રેરા કાયદા અંતર્ગત જાહેર સેવાઓના ધોરણને જાળવવા માટે તમામ અધિકારીઓ – કર્મચારીઓ તથા રાજ્યના સ્ટેહોલ્ડર્સ સાથેની ભાગીદારી સાથે રેરા ઓથોરીટી કાર્યક્ષમતા, ધોરણો અને સેવાઓની ગુણવત્તા અંગે કાર્યરત છે તેમ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.