ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ અંતર્ગત ૧૩૭૪ એકમોને મંજૂરી, ૩૫,૦૦૦ કરોડનું મૂડી રોકાણ: ઉદ્યોગ મંત્રી
March 16, 2023
ગાંધીનગરઃ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ અંતર્ગત કુલ ૧૩૭૪ એકમોને મંજૂરી આપવામાં આવી છે ,આ એકમો અંતર્ગત ૩૫૦૦૦ કરોડનું મૂડી રોકાણ આવેલ છે. આ પોલીસી થી ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે.
અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ એકમોમાં વેટ/એસ.જી.એસ.ટી .સહાયની ચુકવણી અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રી જણાવ્યું કે રાજ્યભરમાં ૧૦,૦૦૦ કરોડથી વધુ રકમની સહાયની ચુકવણી કરવામાં આવી છે.૩૧/૧૨/૨૦૨૨ છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગુજરાત ટેક્સટાઇલ પોલીસી ૨૦૧૨ હેઠળ ૧૧૬૬ દાવા અરજીઓ આવી છે જે અંતર્ગત ૮૧૬.૦૬ કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં ૫૪૨ અરજી માં ૨૧૪.૧૦ કરોડ સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ પોલીસી હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૩૦ એકમોને મંજૂરી આપવામાં આવી છે જેનાથી ૨૩૩૦ કરોડનું મૂડી રોકાણ થયેલ છે.
ઉદ્યોગ મંત્રીશ્રીએ ગુજરાત ટેક્સટાઇલ પોલિસીમાં સહાય સમયગાળા અંતર્ગત જણાવ્યું હતું કે ૫/૯/૧૨ થી ૪/૯/૧૭ સુધી અમલી હતો જેને એક વર્ષ વધુ વધારવામાં આવ્યો છે .હાલ આ પોલીસીમાં મંજૂર થયેલ એકમોમાં દાવાઓની ચૂકવણી ચાલુ છે.
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી યોજનાના ઉદ્દેશ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોનો વિકાસ વધારવાનો, દેશ અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ ના અનિશ્ચિત ભાવ વધઘટ સામે ખેડૂતોને સક્ષમ બનાવવા, રાજ્યમાં મૂલ્ય સાંકળને મજબૂત બનાવવી, મૂલ્ય વર્ધન અને ટેકનોલોજી સંપાદન કરી સુરતમાં ઉત્પાદિત થતો માનવ નિર્મિત અને કૃત્રિમ રેસા કાપડને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો, સ્પિનિંગના અભાવે રાજ્યના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતું રૂ દક્ષિણના રાજ્યોમાં મોકલવામાં આવતું પરંતુ રાજ્યના ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ નો ઉદ્દેશ ૨૫લાખથી વધુ સ્પિંડલ સ્થાપવાનો હતો જેની સામે ૪૬ લાખથી વધુ સ્પિંડલ સ્થાપિત કર્યા છે.
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ અને ૨૦૧૯ વચ્ચેના તફાવત અંતર્ગત ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ એટલે કે ૨૦૧૨માં એમ .એસ .એમ .ઈ .એકમોને પાંચ વર્ષ માટે પાંચ ટકા લેખે વ્યાજ સહાય હતી જે હવે ૬ ટકા, ૨૦૧૨ માં માત્ર વિવિંગ અને સ્પિનિંગ એકમો માટે પાંચ વર્ષ માટે એક રૂપિયો પ્રતિ યુનિટ ની સહાય હતી હવે એલ.ટી .પાવર કનેક્શનમાં ત્રણ પ્રતિ યુનિટ તેમજ એચ.ડી .પાવર કનેક્શનમાં રૂપિયા બે પ્રતિ યુનિટ સહાય,૨૦૧૨ માં પર્યાવરણ સંરક્ષણ ના અનુપાલન માટે ચાલુ એકમોને ૫૦ટકા સુધી અને વધુમાં વધુ ૫૦,૦૦૦ ની મર્યાદાની સહાય હતી હવે ૫૦ટકાની મર્યાદામાં એક લાખની સહાય તેમજ સાધનોની કિંમતના ૨૦ટકાઅને મહત્તમ ૩૦ લાખની સહાય તેમજ ૨૦૧૨માં ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે ૧૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી જે હવે પંદર કરોડની સહાય ઉપરાંત કામદારોના છાત્રાલય બનાવવા માટે રૂપિયા ૭.૫ કરોડ સુધીની સહાય આપવામાં આવે છે.
તાજેતર ના લેખો
- G:20: ગાંધીનગરમાં ECSWGની બીજી બેઠક 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે
- ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં 6 ફૂટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ
- સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ પૈકી ૯૫ જળાશયનું જોડાણ સંપન્ન: જળ સંપત્તિ રાજ્ય મંત્રી
- અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે: આરોગ્ય મંત્રી
- છેલ્લા ૫ વર્ષમાં દોઢ લાખ જેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી: રાજ્ય સરકાર
- બે વર્ષમાં ૧૧ સફાઈ કામદારોના મૃત્યુ અન્વયે રૂ. ૧૧૦ લાખની સહાય ચૂકવાઇ: રાજ્ય સરકાર
- વિદ્યા સાધના યોજના હેઠળ ST વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં ૪,૪૯૯ સાયકલોનું વિતરણ
- 'ડ્રગ્સ પકડાયું' અને 'ડ્રગ્સ પકડ્યું' આ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી : ગૃહ રાજ્ય મંત્રી
- બાગાયાતી પાકો માટે ખેતર પર માળખાકિય સુવિધા ઉભી કરવા બજેટમાં રૂ. ૧૧૯.૦૯ કરોડની નવી જોગવાઈઃ મંત્રી
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણી જોગવાઇ કરાઇ
- ગુજરાતમાં મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં ૬૧ ટકા વધારાની જોગવાઈ: મત્સ્યોદ્યોગ મંત્રી
- નવા ૧૫૦ સ્થાયી અને ૨૫૦ ફરતા પશુ દવાખાના, ૫ પશુ વિજ્ઞાન કેન્દ્રો શરુ કરાશે: મંત્રી
- iNDEXTbની રાહે રાજ્યમાં એગ્રી બિઝનેશ માટે સ્થપાશે iNDEXT-A: કૃષિમંત્રી
- ૧૨ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ અને તળાવ નવિનીકરણ માટે રૂ. ૧૩૪.૯૧ કરોડના કામોને મંજૂરી
- નર્મદા યોજના અંતર્ગત નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયોઃ મંત્રી