ખાનગી રીટ્રાઇવલ સેન્ટરમાંથી મળતા પાંચ કેડેવરમાંથી દર બીજા કેડેવરના તમામ અવયવોની ફાળવણી અંગેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલને અપાશે
May 24, 2023
ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસથાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારની G.DOT ગાઇડલાઇન મુજબ હવેથી અંગદાન થકી ખાનગી હોસ્પિટલમાં રીટ્રાઇવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) દરમિયાન પાંચ કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના તમામ અંગોની ફાળવણી અંગેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અપાશે.
હાલની પ્રક્રિયા પ્રમાણે મેડીસીટી કેમ્પસ સિવાયની અન્ય સરકારી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અવયવો પ્રાપ્ત થતા ૧, ૩ અને ૫ ક્રમાંકના અવયવો સરકારી હોસ્પિટલોમાં ફાળવવામાં આવે છે . જ્યારે ૨ અને ૪ ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવે છે.
જેના પરિણામે અત્યારસુધીમાં ખાનગી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અંગદાન થતા તેની ફાળવણી જનરલપુલમાં દર્દીઓને થતી.જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોના દર્દીઓનો સમાવેશ થતો હતો .
આ સમગ્ર પ્રક્રિયામાં સુધારો કરીને હવેથી ખાનગી રીટ્રીવલ હોસ્પિટલોમાંથી અંગદાન થતા ૧,૩ અને ૫ ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને જ્યારે ૨ અને ૪ ક્રમાંકના તમામ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દી માટે આપવામાં આવશે.
જેના પરિણામે અંગોના પ્રત્યારોપણમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સમગ્ર પ્રક્રિયાને લઇને સંતુલન જળવાઇ રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
વધુમાં અંગોના પ્રત્યારોપણ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા મહત્વનો નિર્ણય હાથ ધરાયો છે. જેમાં અંગોના પ્રત્યારોપણ માટેના રજીસ્ટ્રેશન માટે હવેથી ડોમાસાઇલ સર્ટીફિકેટની જરૂર રહેશે નહીં. વધુમાં આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ પ્રકારની ફી લેવામાં આવશે.
અંગોના પ્રત્યારોપણ માટેના રજીસ્ટ્રેશનમાં હવેથી કોઇપણ ઉમરના વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકશે. અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે આ મહત્વના જનહિતલક્ષી નિર્ણયથી સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ, અસરકારક અને વધુ જન ઉપયોગી બની રહેશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકાર દ્વારા નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા સૈદ્ધાતિંક મંજૂરી: પ્રવક્તા મંત્રી
- RTE હેઠળ શાળામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ ૬૨૧ બાળકોનો પ્રવેશ રદ કરાયો: પ્રવકતા મંત્રી
- શાળા પ્રવેશોત્સવની ૧૮મી શૃંખલા આગામી તા.૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમિયાન
- જુથ પાણી પુરવઠા યોજનાને પાણી પૂરું પાડતા રાજ્યના ૭૨ જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત: પ્રવક્તા મંત્રી
- ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS - રાજકોટનું બાંધકામ પૂર્ણ થશે: પ્રવક્તા મંત્રી
- રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો
- રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે રૂ. પ૦૦૦ કરોડના MoU